@અંધશ્રદ્ધા છે આંધળી, વહેમને વંટોળે વહે;
@અતીશ્રદ્ધા છે અવળચંડી,
વેવલાપણાંનાં વાવેતર કરે.
@ યુરોપે અટપટાં યંત્રો શોધી . . . . ફીટ કર્યાં ફૅક્ટરીમાં;
આપણે સીદ્ધીયંત્રો બનાવી, ફીટ
કર્યાં ફોટામાં.
@ પશ્ચીમે ઉપગ્રહ બનાવી,
ગોઠવી દીધા અંતરીક્ષમાં;
આપણે ગ્રહોના નંગ બનાવી,
મઢી દીધા અંગુઠીમાં.
@ જાપાન વીજાણુ યંત્રો થકી, સમૃદ્ધ બન્યું જગમાં;
આપણે વૈભવલક્ષ્મીનાં વ્રતો કરી,ગરીબી રાખી ઘરમાં.
@ અમેરીકા વૈજ્ઞાનીક
અભીગમથી બળવાન બન્યો વીશ્વમાં;
આપણે ધાર્મીક કર્મકાંડો થકી, કંગાળ બન્યા દેશમાં.
@ પશ્ચીમે પરીશ્રમ થકી, સ્વર્ગ ઉતાર્યું આ લોકમાં;
આપણે પુજાપાઠ–ભક્તી કરી, સ્વર્ગ રાખ્યું પરલોકમાં.
@ ઍડવર્ડ જેનરે રસી શોધી,
શીતળા નાબુદ કર્યા જગમાં
આપણે શીતળાનાં મંદીર બાંધી, મુર્ખ ઠર્યા આખા જગમાં.
@ પર્યાવરણ–પ્રદુષણથી જયારે જગત આખું છે ચીંતામાં;
આપણે વૃક્ષો જંગલો કાપી,
લાકડાં ખડક્યાં ચીતામાં..
@ વાસ્તુશાસ્ત્રનો દંભ ને વળગાડ,લોકોને પીડે આ દેશમાં;
ફાલતુશાસ્ત્ર છે એ, છેતરાશો નહીં, ઠગનારા ઘણા છે આ
દેશમાં.
@ સાયંટીફીકલી બ્લડ ચૅક કરી, ઍંગેજમેન્ટ કરે પશ્ચીમમાં
સંતાનોને ફસાવી જન્મકુંડળીમાં,
લગ્નકુંડાળાં થાય આ દેશમાં.
@ લસણ–ડુંગળી–બટાકા ખાવાથી પાપ લાગે આ દેશમાં,
આખી ને આખી બેન્ક ખાવા છતાં પાપ ન લાગે આ દેશમાં.
Tuesday, 28 January 2014
વહેમને વંટોળ આ દેશમાં
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment