Wednesday, 17 February 2016

ઓલિમ્પિક વિશે જાણવાજેવું

વિશ્વનો મોટામાં મોટો રમતોત્સવ એટલે ” ઓલિમ્પિક રમતોત્સવ “.દુનિયામાં કોઈપણ ખેલ સ્પર્ધા ઓલિમ્પિકના પોતાના નવા નવા ખેલાડીઓ ઉત્પન્ન કરે છે અને દરેક રમત માં નવા નવા વિક્રમો દર ઓલિમ્પિકમાં ઉભા કરે છે ઓલિમ્પિક રમત નો મૂળ પ્રાચીન ગ્રીસમાં ઈ.સ .પૂર્વે ૭૭૬ થી ઈ.સ.૩૯૪ સુધીમાં ઝીયસ નામે દેવને રાજી રાખવા દર ચાર વર્ષે યોજાતી .ઈ.સ ૩૯૪ માં તે વખતના સમ્રાટ રાજા થિયોડોસીયાસેઓલિમ્પિક પર પ્રતિબંધ મૂકી દીધો .આ પ્રાચીન ઓલિમ્પિક રમતોત્સવ પ્રાચીન ગ્રીસમાં ઓલિમ્પિયા ખાતે યોજવામાં આવતો હતો .ત્યારબાદ ૧૮૯૪ માં ફ્રાંસના રોબર્ટ પિયરી ધ કુબર્તિ એ ઓલિમ્પિક રમોત્સવ શરુ કરવા માટે સંમેલન બોલાવ્યું .જેમાં અમેરિકા અને રશિયા સહીત ૧૨ દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો .આ સંમેલન માં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની સ્થાપના થઇ .આ સંમેલનના પરિણામે ગ્રીસની રાજધાની એથેન્સ શહેરમાં ૪ એપ્રિલ ૧૮૯૬ ના રોજ આધુનિક ઓલિમ્પિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું .ત્યારબાદ દર ચાર વર્ષે જુદા જુદા દેશોમાં ઓલિમ્પિક મહોત્સવ યોજાય છે . આમ ,આધુનિક ઓલિમ્પિક ના જન્મદાતા રોબર્ટ પિયરી ધ કુબર્તિ ગણાય છે


ઓલિમ્પિક રમતોત્સવ વિશ્વબંધુત્વની ભાવનાનો વિકાસ કરે છે .સાઈટિયાસ ,અલ્ટિયસ ,અને ફોરટિયાસ ( વધુ ઝડપે, વધુ ઉંચે, વધુ તાકાત થી ) – એ ઓલિમ્પિક રમતોત્સવ નો મુદ્રાલેખ છે .બર્લિન ઓલિમ્પિક ૧૯૩૬ થી ઓલિમ્પિક રમતોત્સવમાં ઓલિમ્પિક જ્યોતની શરૂઆત થઇ હતી .




:ઓલિમ્પિક ચાર્ટર :






ઓલિમ્પિક રમતોત્સવનો એક ચાર્ટર છે .આ ચાર્ટર માં ઓલિમ્પિકના હેતુઓ
આપેલા છે જે નીચે મુજબ છે


1.રમતગમત માટેના જરૂરી એવા શારીરિક અને નૈતિક ગુણોનો વિકાસ કરવો.
2.વિશ્વશાંતિ માટે રમતગમત ના માધ્યમ થી યુવાઓમાં પરસ્પર સદભાવના અને મિત્રતા વધારવી .
3.સમગ્ર વિશ્વમાં ઓલિમ્પિકના સિદ્ધાંતો નો પ્રચાર કરીને આંતરરાષ્ટ્રીય સદભાવ ઉભો કરવો


4.વિશ્વના બધા ખેલાડીઓને દર ચાર વર્ષે એક સ્થાન પર એકત્રિત કરવા



:ઓલિમ્પિકનું આદર્શ સુત્ર :






વધુ ઝડપે, વધુ ઉંચે, વધુ તાકાત થી



(સાઈટિયાસ ,અલ્ટિયસ ,અને

ફોરટિયાસ)





:ઓલિમ્પિક ધ્વજ :







ઈ.સ. ૧૯૧૪ માં ઓલિમ્પિક ધ્વજ

બનાવવામાં આવ્યો .ઓલિમ્પિક ધ્વજને સર્વપ્રથમ સાતમાં ઓલિમ્પિક રમતોત્સવ

એન્ટવર્પ શહેરમાં ફરકાવવામાં આવ્યો હતો .ઓલિમ્પિક ધ્વજ સિલ્કનો બનાવવામાં

આવે છે .આ ધ્વજ પર પરસ્પર જોડાયેલા પાંચ વર્તુળો હોય છે .એમાં

વાદળી,પીળો,કાળો,લીલો,લાલ રંગ ક્રમશ :પૂરેલા હોય છે . ઓલિમ્પિકના પાંચ

વર્તુળો એ પાંચ ખંડના પ્રતિક છે અને પરસ્પર જોડાયેલા હોવાથી આંતરરાષ્ટ્રીય

સદભાવના અને મૈત્રીનો સંદેશ આપે છે





:ઓલિમ્પિક ચીહ્ન :








પરસ્પર જોડાયેલા પાંચ વર્તુળો હોય છે .એમાં વાદળી,પીળો,કાળો,લીલો,લાલ રંગ ક્રમશ :

પૂરેલા હોય છે . ઓલિમ્પિકના ચીહ્ન નિષ્પક્ષ અને મુક્ત સ્પર્ધાનું પ્રતિક છે





:ઓલિમ્પિક ગીત :







૧૯ મી સદીમાં ઓલિમ્પિક ગીતની રચના ગ્રીસના સંગીતકારો સ્પિરોસ સામારાસ અને કોસ્તિમ પાલામાસેકરી હતી .આ ગીત ઓલિમ્પિક રમતોત્સવના ઉદઘાટન સમયે અને સમાપન સમારોહમાં ગાવામાં આવે છે




:ઓલિમ્પિક જ્યોત :






‘ જ્યોત’ એ ઓલિમ્પિક રમતોત્સવના શ્રી ગણેશકર્તા છે . ઓલિમ્પિક જ્યોત ઓલિમ્પિક રમતોત્સવના શરુ થવાના થોડા દિવસો પહેલા ગ્રીસના ‘ જિયસ ‘ ના

મંદિરમાંથી લાવવામાં આવે છે .બર્લિન ઓલિમ્પિક ૧૯૩૬ થી ઓલિમ્પિક જ્યોતની

શરૂઆત થઇ હતી

:ઓલિમ્પિકનું શુભદાયક ચીહ્ન :

વર્ષ સ્થળ શુભદાયક ચીહ્ન (mascot )
૧૯૭૨ મ્યુનિચ વાલ્દી(કુતરો)
૧૯૭૬ મોન્ટ્રીયલ અમિક
૧૯૮૦ મોસ્કો મીશા (રીંછનું બચ્ચું )
૧૯૮૪ લોસ એન્જલસ સૈમ (બાજ)
૧૯૮૮ સેઉલ હોદોરી (વાઘનું બચ્ચું )
૧૯૯૨ બાર્સિલોના કોબી (કુતરો)
૧૯૯૬ એટલાન્ટા ઈજ્જા(માનું બાળક )
૨૦૦૦ સિડની ઓલી,મિલિ અને સિડ
૨૦૦૪ એથેન્સ ફેઓસ અને એથેના

:ઓલિમ્પિક રમતો :

૧ તીરંદાજી (આર્ચરી ) ૧૫ જુડો
૨ એથ્લેટિકસ ૧૬ શુટિંગ
૩ બાસ્કેટબોલ ૧૭ સ્વિમિંગ
૪ બોક્સિંગ ૧૮ ટેબલ ટેનીસ
૫ કેનોઈંગ ૧૯ ટેનિસ
૬ સાઈક્લિંગ ૨૦ વોલીબોલ
૭ ઇક્વેસ્ટીરીયન સ્પોર્ટ ૨૧ વેઇટલિફ્ટિંગ
૮ ફેન્સિંગ ૨૨ કુસ્તી
૯ ફૂટબોલ ૨૩ યાચિંગ
૧૦ જીમ્નેસ્ટીક ૨૪ રોવિંગ
૧૧ હેન્ડબોલ ૨૫ બેઝબોલ
૧૨ બેડમિન્ટન ૨૬ સોફટબોલ
૧૩ હોકી ૨૭ ટઈક્વોન્ડો
૧૪ પેન્ટાથલોન ૨૮ ટ્રપથ્લોન

Tuesday, 16 February 2016

માતૃપ્રેમની બાબતમાં ગરીબ

આપણા દેશનાં માતા-પિતાને પૂછવામાં આવે કે તમે તમારા સંતાનને શું બનાવવા ઈચ્છો છો તો જવાબ કંઇક આવા જ મળશે…. ડોકટર, વકીલ, એન્જીનીયર, ચાર્ટડ એકાઉટન્ટ, ડીઝાઈનર. ભાગ્યે જ કોઈ મા – બાપ એવા હશે કે એવો જવાબ આપશે કે “હું મારા પુત્ર-પુત્રીને સૈનિક બનાવવા ઈચ્છું છું.” બધા જ માતા-પિતા, પુત્ર કે પુત્રી ખુશ રહે તેવું ઇચ્છતાં હોય છે. પણ જો સેનિક બને તો સરહદ પર કઠોર પરિસ્થિતિમાં રહેવું પડે. ઘરથી, સગાં-સબંધીઓથી દૂર જવું પડે, ઉપરાંત સરહદ પર જાનનું જોખમ પણ ખરું! એટલે બધા મા-બાપ એવું ઈચ્છે છે કે પોતાના સંતાન સારી એવી જોબ મળે અથવા બિઝનસ કરે, એર-ક્ન્ડીશનીંગ વાળી ઓફિસમાં કામ કરે, એકાદ સારી એવી ફોર-વ્હીલ હોય. બધા જ માતા-પિતા પોતાના સંતાન માટે સુખ-શાંતિ ઈચ્છતા હોય છે, પણ આ પરિસ્થિતિને બીજી રીતે વિચારવામાં આવે તો શું સરહદ પર જે સૈનિક લડત આપે છે તેને તેમનાં માતા-પિતા પ્રેમ નહીં કરતા હોય? સૈનિકના માતા-પિતા તેને ખુશ જોવા નહીં ઈચ્છાતા હોય? માતા-પિતા તેમનું ભાવિ સારું જ ઈચ્છાતા હોય છે પણ માતૃભૂમિનું કરજ ચૂકવવા પોતાનાં હ્રદયને પથ્થર બનાવી લાગણીઓ પર અંકુશ રાખી તેઓ પોતાનાં સંતાનને માતૃભૂમિની રક્ષા કરવા મોકલે છે. બીજી બાજુ જે માતા-પિતાનાં સંતાનો ડોકટર, વકીલ, ડીઝાઈનર બની જાય છે તે જવલ્લે જ સાચાં દેશ-ભક્ત બને છે. ૧૫ ઓગષ્ટ અને ૨૬ જાન્યુઆરી જેવાં રાષ્ટ્રીય પર્વના દિવસે જોવાં મળતી જૂજ હાજરી આ સાતત્ય ને સાકાર કરે છે. આપણે આપણા સંતાનોને એવા આળસુ બનાવી દીધા છે કે તે દેશની રક્ષા તો નથી જ કરી શકતાં, પણ જે લોકોએ દેશની રક્ષા કરી હતી અને જે દેશની રક્ષા કરી રહયાં છે એમની યાદમાં સલામી આપવા આપવાની દરકાર પણ નથી કરી શક્તા. આવા સંતાનો ભલે ગમે તેટલાં ધનવાન થઇ જાય પણ માતૃપ્રેમની બાબતમાં ગરીબ જ રહેશે.

Saturday, 13 February 2016

જીવન જીવવાની જડીબુટ્ટી ....

જીવન જીવવાની જડીબુટ્ટી….
:::::::::::::::::::::::::::::::::::::::::
૧ . દરરોજ ૧૦ થી ૩૦ મિનિટ ચાલવા જાઓ અને હા,

૨. દરરોજ ઓછામાં ઓછી ૧૦ થી ૩૦ મિનિટ માટે એકાંતમાં બેસો.

૩. દરરોજ ૭ કલાક ઊંધો.

૪. જોશ, ઉત્સાહ અને કરૂણા આ ત્રણ મહત્વના ગુણો છે જીવનમાં .

૫. નવી રમતો શિખો/રમો.

૬. ગયા વર્ષે કરતાં આ વર્ષે વધારે પુસ્તકો વાંચો.

૭. ધ્યાન, યોગ અને પ્રાર્થના માટે સમય ફાળવો .

૮. ૭૦થી વધારે ઉંમરના અને ૭થી ઓછી ઉંમરના લોકો સાથે સમય ગાળો. દરરોજ શક્ય ન હોય તો અઠવાડિએ .

૯. જાગતાં સપનાં જુઓ.

૧૦. પ્લાન્ટ ( ફેકટરી )માં બનતી વસ્તુઓ કરતાં પ્લાન્ટ ( છોડ)માં ઊગતી વસ્તુઓને ખોરાકમાં મહત્વનું સ્થાન આપો.

૧૧. પુષ્કળ પાણી પીઓ.

૧૨. દરરોજ ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવો.

૧૩. ચર્ચા/નિંદા/કુથલીમાં સમય ન બગાડો.

૧૪. ભૂતકાળ ભૂલી જાઓ. ખાસ કરીને પતિ /પત્નીની ભૂલો. વર્તમાનકાળનો આનંદ લો .

૧૫. રાજાની જેમ સવારનો નાસ્તો કરો, રાજકુમારની જેમ બપોરનું ભોજન લો અને ભિખારી જેટલું રાત્રે જમો!

૧૬. દરેક દલીલની સામે જીતી શકવાના નથી, મતભેદ સ્વિકારી લો.

૧૭. સરખામણી કરવાનું છોડો. ખાસ કરીને પતિ/પત્નીની સરખામણી .

૧૮. તમારા સુખનું કારણ ફક્ત તમે છો.

૧૯. દરેકને માફી બક્ષો. ક્ષમા વીરસ્ય ભૂષણમ્

૨૦. બીજા લોકો તમારા માટે શું વિચારશે એવા વિચાર છોડો.

૨૧. ભગવાન સૌનું ભલું કરશે.

૨૨. ગમે તેટલી સારી કે ખરાબ પરિસ્થિતિ હશે, બદલાશે જરૂર.

૨૩. માંદા પડશો ત્યારે તમારો બૉસ નહીં પણ તમારા મિત્રો તમારી સંભાળ રાખશે, માટે મિત્રોના સંપર્કમાં રહો.

૨૪. નકામી, નઠારી અને જેમાંથી આનંદ ન મળે તેવી વસ્તુઓથી દૂર રહો.

૨૫. ઈર્ષા સમયનો બગાડ છે. તમને જોઈતું બધું તમારી પાસે છે.

૨૬. ઉત્તમ હજી આવવાનું બાકી છે.

૨૭. ગમે તેવો ખરાબ મૂડ હોય, ઊઠો, તૈયાર થાઓ અને બહાર આંટો મારી આવો.

૨૮. દરરોજ સવારે ઊઠીને ભગવાનનો આભાર માનો.

૨૯. આ જડીબુટ્ટીઓનું સેવન કરો અને Share કરી સગા વ્હાલાઓને પણ જણાવો.

शैतान की मिटींग






એક વખત શેતાને મિટિંગ બોલાવી




એક વખત શેતાને મિટિંગ બોલાવી !

માણસોમાં વધી રહેલી ભગવાનને પામવાની ભૂખ અંગે એણે પોતાના સાગરીતો સમક્ષ ચિંતા વ્યક્ત કરી.
માણસોને ભગવાનના રસ્તે જતાં રોકવા માટે શું કરી શકાય એની ખૂબ ચર્ચાઓ કર્યા પછી થોડાક મુદ્દાઓ નક્કી કર્યા.
પોતાના દરેક સાગરીતને ત્યાર બાદ તરત જ દુનિયાના ખૂણેખૂણે જઈ કામે લાગી જવાનું એણે ફરમાન કરી દીધું.
શેતાન અને એના સાગરીતોએ નક્કી કરેલા મુદ્દાઓ હતા -

[1] માણસને વ્યસ્ત, અતિવ્યસ્ત બનાવી દો. અને હા, સાવ ફાલતુ વસ્તુઓમાં જ એને વ્યસ્ત બનાવવો !

[2] એને ખૂબ ખર્ચ કરવા પ્રેરવો. કામની કે નકામી વસ્તુઓ ખરીદી ખરીદીને એને ઘર ભરવા દો !

[3] અનહદ અને ગજા બહારના ખર્ચાઓને પહોંચી વળવા માટે એને લોન લેવી પડે તેવું કરો.
અઠવાડિયેએક વખત આંટો મારવા નીકળતો હોય તો પણ એની પાસે મોંઘીદાટ મોટર ખરીદાવો.
એનું બાકીનું જીવન આમ જ ખોટા ખર્ચા કરવામાં અને લોનના હપ્તા ભરવામાં પસાર થવું જોઈએ !

[4] એમનાં બાળકોને ખૂબ ખર્ચાવાળી શાળાઓમાં દાખલ કરવા પ્રેરો.
દરેક વિષયના ટ્યૂશન માટે હજારોની ફી પડાવતા કલાસીસમાં ભરતીથવાનો એમનાં બાળકો આગ્રહ રાખે તેવું કરો.


[5] આ ખર્ચાઓને પહોંચી વળવા એ માણસને લાંચ લેતો કરી દો.

બાળકોની માતાઓને પણ કમાવા જવું પડે તેવી કૃત્રિમ આર્થિક તંગી ઘરમાં ઊભી કરો.

દિવસનો મોટા ભાગનો સમય મા-બાપ ઘરની બહાર જ રહે તેવું કરો જેથી સંસ્કારસિંચન જેવી કોઈ પ્રક્રિયા ઘરમાં થઈ શકે જ નહીં !

[6] ટેલિવિઝન, વીડિયો, ટેપ, ફિલ્મો, મલ્ટિપ્લેક્સ થિયેટર્સ એમના મગજમાં એવાં ભરવીદો કે એના વગર એને ચાલે જ નહીં.

દેશી-વિદેશી સંગીત કે ગીતોના ઘોંઘાટથી એના ઘરના તેમજ આસપાસના વાતાવરણને એવું ભરીદો કે શાંતચિત્તમાં ઊઠતાઆત્માના નાજુક અવાજને એ પારખી શકે જ નહીં. એની શાંતિને વિક્ષુબ્ધ બનાવી દો.

[7] કોમ્પ્યુટર અને ઈન્ટરનેટનું અજાયબ વળગણ ઊભૂકરો. ઈ-મેઈલ, વૉઈસ-મેઈલ અને ચેટિંગનું એને બંધાણ કરાવી દો.

કલાકોના કલાકો એ ચેટિંગમાં કે ઈન્ટરનેટ સર્ફિંગમાં વેડફી નાખે એવી રચના કરી દેવી.

[8] ટેલિવિઝનમાં એને ભરમિત કરી નાખે તેવા કાર્યક્રમો બનાવડાવો. સંબંધોની વિચિત્ર માયાજાળવાળી અને ભપકાઓથી ઝાકમઝોળવાળી સિરિયલો શરૂ કરાવો. ઉચ્ચ અને સંસ્કારી સંબંધોની હસ્તીનો છેદ જ ઊડી જાય તેવું જ ટેલિવિઝનના માધ્યમથી પીરસો. એકએક ઘરને એનાથી પ્રભાવિત કરી નાખો.

[9] ચોવીસ કલાક આડા-અવળા, કામના-નકામા તેમજ ઢંગધડા વિનાના સાચા-ખોટા સમાચારો આપતી ન્યૂઝચૅનલો રચો.

પક્ષપાતોથી રાચતાં છાપાંઓના ઢગલા દરેક વ્યક્તિના ટેબલ પર કરી દો.

[10] ધાર્મિક મંડળો, વાડાઓ, સંપ્રદાયો તેમજ ધર્મોને અંદરો-અંદર ઝઘડાવો.

પોતે તેમજ પોતાનો ધર્મ કે સંપ્રદાય જ બીજાથી ઊંચો તેવા મિથ્યા ખ્યાલથી એમના મનને બરાબર પ્રદૂષિત કરી દો.

એ બધું એ હદે કરી નાખો કે ધર્મની નિર્મળ શાંતિ, પ્રેમ કે સમાનતાના ભાવનો એમને વિચાર સુદ્ધાં ન આવી શકે.

[11] લૉટરી, જુગાર, સટ્ટો, શૅરબજાર વગેરેની માયાજાળમાં એ શાના માટે આ બધું કરી રહ્યો છે, એ પણ ભૂલી જાય એવુ ં કરી નાખો.

[12] ટૂંકમાં, પોતાની અંદરનો ખાલીપો એને જરાય ન દેખાય એવી ભરમની જાળ રચી દો, જેથી એને પોતે સાચી રીતે અને સારાં કારણ માટે જ જીવી રહ્યો છે એવું હંમેશાં લાગ્યા કરે. ભગવાનની, સાચા ધર્મની કે આતમ-તત્વની ઓળખની એને જરા પણ જરૂરિયાત જ ન લાગે !

બસ ! આટલા મુદ્દાઓની યાદી બરાબર પાકી કરીને શેતાનના સાગરીતો દુનિયાને ખૂણેખૂણે પહોંચીને કામે લાગી ગયા.

ભગવાને ઉપરથી દષ્ટિ ફેંકી. એમની આંખમાં આંસુ આવી ગયાં, એમનું હૈયું દ્રવી ગયું....,

કારણ કે શેતાન અને એના સાગરીતો મહદંશે સફળ થઈ ચૂક્યા હતા.

દુનિયાની શરૂઆત પછી કદાચ પ્રથમ