Sunday, 13 April 2014

इन्सानियत

~1 मिनट लगेगा जरूर पढेँ ~

अच्छा लगे तो Share करना न भूलेँ ।

एक डॉक्टर को जैसे ही एक
urgent सर्जरी के बारे में फोन करके बताया गया.
वो जितना जल्दी वहाँ आ
सकते थे आ गए.
वो तुरंत हि कपडे बदल
कर ऑपरेशन थिएटर की और बढे.
डॉक्टर को वहाँ उस लड़के के पिता दिखाई दिए
जिसका इलाज होना था.
पिता डॉक्टर को देखते ही भड़क उठे,
और चिल्लाने लगे.. "आखिर इतनी देर तक कहाँ थे आप?
क्या आपको पता नहीं है की मेरे बच्चे की जिंदगी खतरे में है .
क्या आपकी कोई जिम्मेदारी नहीं बनती..
आप का कोई कर्तव्य है
या नहीं ? ”
डॉक्टर ने हलकी सी मुस्कराहट के साथ कहा- “मुझे माफ़
कीजिये, मैं
हॉस्पिटल में नहीं था.
मुझे जैसे ही पता लगा,
जितनी जल्दी हो सका मैं
आ गया..
अब आप शांत हो जाइए, गुस्से से कुछ नहीं होगा”
ये सुनकर पिता का गुस्सा और चढ़ गया.
भला अपने बेटे की इस नाजुक हालत में वो शांत कैसे रह सकते थे…
उन्होंने कहा- “ऐसे समय में दूसरों
को संयम रखने का कहना बहुत आसान है.
आपको क्या पता की मेरे मन में क्या चल रहा है.. अगर
आपका बेटा इस तरह मर रहा होता तो क्या आप
इतनी देर करते..
यदि आपका बेटा मर जाए
अभी, तो आप शांत रहेगे?
कहिये..”
डॉक्टर ने स्थिति को भांपा और कहा- “किसी की मौत और
जिंदगी ईश्वर
के हाथ में है.
हम केवल उसे बचाने का प्रयास कर सकते है.. आप ईश्वर से
प्राथना कीजिये.. और मैं अन्दर जाकर ऑपरेशन करता हूँ…” ये
कहकर डॉक्टर अंदर चले गए..
करीब 3 घंटो तक ऑपरेशन चला..
लड़के के पिता भी धीरज के साथ बाहर बैठे रहे..
ऑपरेशन के बाद जैसे
ही डाक्टर बाहर निकले..
वे मुस्कुराते हुए, सीधे पिता के पास गए..
और उन्हें कहा- “ईश्वर का बहुत ही आशीर्वाद है.
आपका बेटा अब ठीक है.. अब आपको जो
भी सवाल पूछना हो पीछे आ रही नर्स से पूछ लीजियेगा..
ये कहकर वो जल्दी में चले गए..
उनके बेटे की जान बच
गयी इसके लिए वो बहुत खुश तो हुए..
पर जैसे ही नर्स उनके पास आई.. वे बोले.. “ये कैसे डॉक्टर है..
इन्हें किस बात का गुरुर है.. इनके पास हमारे लिए
जरा भी समय नहीं है..”
तब नर्स ने उन्हें बताया..
कि ये वही डॉक्टर है जिसके
बेटे के साथ आपके बेटे का एक्सीडेँट हो गया था.....
उस दुर्घटना में इनके बेटे
की मृत्यु हो गयी..
और हमने जब उन्हें फोन किया गया..
तो वे उसके क्रियाकर्म कर
रहे थे…
और सब कुछ जानते हुए भी वो यहाँ आए और आपके बेटे का इलाज
किया...
नर्स की बाते सुनकर बाप की आँखो मेँ खामोस आँसू
बहने लगे ।
मित्रो ये होती है इन्सानियत ""
जो भी मित्र शेयर करे वो GROUP मेँ अपना नाम जरुर बताए ।।

Friday, 11 April 2014

પ્રેમથી જ પ્રેમ મળે

જંગલી વિસ્તારમાં રહેતી એક સ્ત્રીને
એના પતિ સાથે
બહુ સારા સંબંધો નહોતા.
એને હંમેશા એવુ લાગતુ કે
એનો પતિ એને પ્રેમ કરતો નથી.

એક દિવસ જંગલમાં રહેતા એક સન્યાસી
પાસે એ ગઇઅને સન્યાસીને કહ્યુ,
“ મહારાજ , મારા પતિ મને
પહેલા ખુબ સારી રીતે રાખતા પણ છેલ્લા
કેટલાક સમયથી મારા પ્રત્યેનો એનો
પ્રેમ નહિવત થઇ ગયો છે એ પથ્થર
જેવા જડ બની ગયા છે.
મેંઆપના વિષે ખુબ સાંભળ્યું છે આપ
એવી કોઇ ઝડીબુટ્ટી આપો કે મારા પતિનો
પ્રેમ પુન: પ્રાપ્ત
થાય અને હું એને વશમાં કરી શકુ.”

સન્યાસીએ બધી જ વાત સાંભળ્યા પછી
કહ્યુ , “ બહેન હું આ માટે એક ખાસ દવા
બનાવીને તને આપીશ પણ એ
દવા બનાવવા માટે મારે વાઘની મુછનો
વાળ જોઇએ
બોલ તું એ લાવી શકીશ ?”

જંગલમાં રહીને જ મોટી થયેલી આ સ્ત્રી
શુરવીર હતી એટલે એણે તુરંત જ હા પાડી
દીધી. બીજા દિવસે એ
વાઘની શોધમાં નિકળી પડી.
એક ગુફા પાસે એણે વાઘ
જોયો એટલે એ હરખાઇ કે ચાલો વાઘ
મળી ગયો હવે એની મુછ પણ મળી જાશે.
જેવી એ વાઘ તરફ આગળ વધી કે વાઘે
ત્રાડ પાડી અને પેલી સ્ત્રી ગભરાઇને દુર
ખસી ગઇ.

દુર ઉભા ઉભા એ વાઘને જોયા કરતી હતી
પણ એની નજીક જવાની હિંમત ચાલતી
નહોતી. એ રોજ પેલી ગુફા પાસે જવા લાગી. ક્યારેક એ વાઘ માટે માંસ પણ લઇ જાય અને દુર
રાખી દે. સમય જતા બંનેને
એકબીજાની હાજરી પસંદ પડવા લાગી. હવે
સ્ત્રીનો ડર ઓછો થવા લાગ્યો.
વાઘે પણ હવે તાડુકવાનું બંધ કરી દીધુ.

એકદિવસ તો આ સ્ત્રી વાઘ
પાસે પહોંચી જ ગઇ અને વાઘના શરિર
પર હાથ ફેરવવા લાગી. વાઘ કંઇ ન બોલ્યો એટલે
ધીમેથી એની મુછનો એક વાળ ખેંચી લીધો.
દોડતી દોડતી એ સન્યાસી પાસે ગઇ અને
સન્યાસીના હાથમાં વાઘનો વાળ આપીને
કહ્યુ , “

લ્યો મહારાજ આ વાઘનો વાળ અને હવે
મારા પતિને વશ કરવાની ઝડીબુટ્ટી
બનાવી આપો.”

સન્યાસીએ
વાળને અગ્નિમાં નાંખી દીધો.
પેલી સ્ત્રી ગુસ્સામાં બોલી કે તમે આ શું
કર્યુ ?
હું મહામહેનતથી જે વાળ
લાવી હતી એમાંથી ઝડીબુટ્ટી બનાવવાને
બદલે તમે એને સળગાવી દીધો.”

સન્યાસીએ હસતા હસતા ઉતર આપ્યો ,
“ બહેન તને હજુ ના સમજાયુ.
જો પ્રેમ અને ધિરજથી વાઘ જેવું હિંસક
પ્રાણી પણ વશ થઇ જતું હોય
તો પછી તારો પતિ તો માણસ છે.”

Moral: આપણે લોકોને વશ કરવા ઇચ્છિએ
છીએ પણ
એની સાચી રીત અપનાવી નથી અને એટલે
લોકોનો પ્રેમ આપણે પ્રાપ્ત કરી શક્યા
નથી.

યાદ રાખજો પ્રેમ અને ધિરજ કઠણ
કાળજાના માણસને પણ પીગળાવી દે છે.

Wednesday, 9 April 2014

बड़ा महत्व हैं

�� बड़ा महत्व है एक बार पढ़ के तो देखो

ससुराल में साली का
बाग़ में माली का
होंठो में लाली का
पुलिस में गाली का
मकान में नाली का
कान में बाली का
पूजा में थाली का
खुशी में ताली का------बड़ा महत्व है

फलों में आम का
भगवान में राम का
मयखाने में जाम का
फैक्ट्री में काम का
सुर्ख़ियों में नाम का
बाज़ार में दाम का
मोहब्ब्त में शाम का-------बड़ा महत्व है

व्यापार में घाटा का
लड़ाई में चांटा का
रईसों में टाटा का
जूतों में बाटा का
रसोई में आटा का-----बड़ा महत्व है

फ़िल्म में गाने का
झगड़े में थाने का
प्यार में पाने का
अंधों में काने का
परिंदों में दाने का-----बड़ा महत्व है

ज़िंदगी में मोहब्ब्त का
परिवार में इज्ज़त का
तरक्की में किसमत का
दीवानो में हसरत का------बड़ा महत्व है

पंछियों में बसेरे का
दुनिया में सवेरे का
डगर में उजेरे का
शादी में फेरे का------बड़ा महत्व है

खेलों में क्रिकेट का
विमानों में जेट का
शारीर में पेट का
दूरसंचार में नेट का-----बड़ा महत्व है

मौजों में किनारों का
गुर्वतों में सहारों का
दुनिया में नज़ारों का
प्यार में इशारों का------बड़ा महत्व है

खेत में फसल का
तालाब में कमल का
उधार में असल का
परीक्षा में नकल का-----बड़ा महत्व है

ससुराल में जमाई का
परदेश में कमाई का
जाड़े में रजाई का
दूध में मलाई का -----बड़ा महत्व है

बंदूक में गोली का
पूजा में रोली का
समाज में बोली का
त्योहारों में होली का
श्रृंगार में चोली का-----बड़ा महत्व है

बारात में दूल्हे का
रसोई में चूल्हे का-------बड़ा महत्व है

सब्जियों में आलू का
बिहार में लालू का
मशाले में बालू का
जंगल में भालू का
बोलने में तालू का-------बड़ा महत्व है

मौसम में सावन का
घर में आँगन का
दुआ में दामन का
लंका में रावन का-------बड़ा महत्व है

चमन में बहार का
डोली में कहार का
खाने में अचार का
मकान में दीवार का-----बड़ा महत्व है

सलाद में मूली का
फूलों में जूली का
सज़ा में सूली का
स्टेशन में कूली का------बड़ा महत्व है

पकवानों में पूरी का
रिश्तों में दूरी का
आँखों में भूरी का
रसोई में छूरी का ----बड़ा महत्व है

LAST ONE

खेत में साप का
सिलाई में नाप का
खानदान में बाप का
और
whatsapp पर आप का----
बड़ा महत्व है

कैसा लगा महत्व दोस्तों����
j ram g ki

Saturday, 5 April 2014

ભારતીય ફોજદારી ઘારાની અગત્યની કલમો

ભારતીય ફોજદારી ધારાની અગત્યની કલમો
ક્રમ કલમ ટૂંક વિગત
૧૦૭ કૃત્યનું દુષ્પ્રેરણ
૧૧૪ ગુનામાં મદદગારી
૧૨૦-B ગુનાહિત કાવતરું
૧૨૪-ક રાજદ્રોહ
૧૪૩ ગે.કા. મંડળી
૧૪૭ હુલ્લડ કરવા માટે શિક્ષા
૧૬૦ બખેડા માટેની શિક્ષા
૧૭૧-છ ચૂંટણીમાં ખોટું નામ ધારણ કરવુ
૧૭૬ માહિતી ના આપવી
૧૮૨ ખોટી માહિતી આપવી
૧૮૮ રાજ્ય સેવકના હુકમનું પાલન ન કરવુ
૨૦૧ પુરાવો ગુમ કરવો
૨૧૭ રાજ્ય સેવક
કાયદાના આદેશની અવજ્ઞા કરે
૨૧૮ રાજ્ય સેવક ખોટું રેકર્ડ-લખાણ બનાવે
૨૨૪ કસ્ટડીમાંથી આરોપી નાસી જાય
૨૨૫ રાજ્ય સેવકની ફરજમાં ગફલત
૨૭૩ ભેળસેળ વાળી વસ્તુ વેચવી
૨૭૭ જાહેર જળાશયનું પાણી ગંદુ કરવું
૨૯૨ અશ્લીલ પ્રદર્શન કરવુ
૩૦૨ ખૂન માટે શિક્ષા
૩૦૪ શિક્ષણીય મનુષ્યવધ
૩૦૪-ક બેદરકારીથી મૃત્યુ
૩૦૪-B દહેજ મૃત્યુ
૩૦૬ આપઘાત કરવા માટે દુષ્પ્રેરણા
૩૦૭ ખૂનની કોશિશ
૩૧૭ બાર વર્ષથી ઓછી વયના બાળકને
અરક્ષિત મૂકી દેવો
૩૧૮ બાળકનો જન્મ છુપાવવા માટે ત્યજી દેવુ
૩૨૪ સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવી
૩૨૫ સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવી
૩૨૬ ભયંકર હથિયાર વડે સ્વેચ્છાપૂર્વક
મહાવ્યથા કરવી
૩૪૧ ગેરકાયદે અવરોધ
૩૪૨ ગેરકાયદે અટકાયત
૩૫૪ સ્ત્રી પર લાજ લેવાના ઇરાદે હુમલો
૩૬૩ અપહરણ
૩૬૪ ધન લઈને બંદીને અપાતી મુક્તિ માટે
અપહરણ
૩૬૫ વ્યક્તિનું અપહરણ
૩૬૬ લગ્ન કરવાના ઇરાદે સ્ત્રીનું અપહરણ
૩૭૬ બળાત્કાર માટે શિક્ષા
૩૭૭ સૃષ્ટિક્રમ વિરુધ્ધના ગુના માટે શિક્ષા
૩૭૯ ચોરી માટે શિક્ષા
૩૮૦ ખુલ્લા મકાનમાંથી ચોરી માટે શિક્ષા
૪૫૪ &
૩૮૦
દિવસની ઘરફોડ ચોરી માટે શિક્ષા
૪૫૭& ૩૮૦ રાત્રીની ઘરફોડ ચોરી માટે શિક્ષા
૩૯૨ લુંટ માટે શિક્ષા
૩૯૪ વ્યથા કરી લુંટ કરવા માટે શિક્ષા
૩૯૫ ધાડ માટે શિક્ષા
૩૯૯ ધાડ પાડવાની તૈયારી માટે શિક્ષા
૪૦૬ ગુનાહિત વિશ્વાસઘાત
૪૦૮ ભારવાહક દ્વારા વિશ્વાસઘાત
૪૧૧ ચોરીનો માલ રાખવા માટે શિક્ષા
૪૧૯ ખોટા નામે ઠગાઈ કરવા બદલ શિક્ષા
૪૨૦ ઠગાઈ માટે શિક્ષા
૪૨૯ જાનવરોને નુકશાન કરવા બદલ શિક્ષા
૪૩૬ ઘર વગેરેને આગથી નુકશાન બદલ શિક્ષા
૪૬૧ બંધપાત્રને તોડવું
૪૬૫ ખોટો દસ્તાવેજ બનાવવો
૪૮૯-ક બનાવટી નોટ કબજામાં રાખવી
૪૯૭ વ્યભિચાર
૪૯૮-ક
સ્ત્રીના પતિ અથવા પતિના સગા દ્વારા ત્રાસ
૫૦૦ બદનક્ષી
૫૦૬ જાનથી મારી નાખવાની ધમકી માટે શિક્ષા
૫૦૯ સ્ત્રી જ્યાં હોય તે
એકલી જગ્યામાં પ્રવેશ કરવા બદલ શિક્ષા
૫૧૧ ગુનાની કોશિશ
બોમ્બે પોલીસ એક્ટની અગત્યની કલમો
ક્રમ કલમ ટૂંક વિગત
૧૦૨ જાહેર જગ્યામાં અડચણ
૧૦૩ ફૂટપાથ ઉપર અડચણ
૧૧૦ જાહેર જગ્યામાં બીભત્સ વર્તન
૧૧૬ જાહેર બિલ્ડિંગમા બીડી પીવાની મનાઈ
૧૧૭ સજા વિશે
૧૧૮ રખડતાં ઢોર બાબતે
૧૨૦ કારણ વગર બિનઅધિકૃત પ્રવેશ
૧૨૨ રાત્રી દરમિયાન સંતોષકારક જવાબ
ના આપવા બદલ
૧૩૫ જાહેરનામાનો ભંગ
૧૪૨ તડીપાર થયેલી વ્યક્તિને હદમાં પ્રવેશ
૧૪૫ પોલીસ કર્મચારીને કારણ વગર ફરજ પર
ગેરહાજર રહેવા બદલ
જુગાર ધારાની અગત્યની કલમો
ક્રમ કલમ ટૂંક વિગત
૧૨ જાહેરમાં જુગાર રમવા બાબતે
૧૨-અ વરલી મટકાના જુગાર રમવા બાબતે
૪ & ૫ ઘરમાં જુગાર રમવા બાબતે
પ્રોહિબિશન ધારાની અગત્યની કલમો
ક્રમ કલમ ટૂંક વિગત
૬૫ ભઠ્ઠીનો
૬૬ કબજાનો
૮૧ ગુનામાં મદદગારી
૮૩ ગુનાનું કાવતરું
૮૪ મહેફિલ કેસમાં
૮૫-૧-૩ પીવા માટે
૮૬ જગ્યા વાપરવા માટે આપે તેને શિક્ષા
અન્ય ધારાની અગત્યની કલમો
ક્રમ કલમ ટૂંક વિગત
બાળલગ્ન ધારા
૩&૪&૫
નાની ઉંમરે છોકરા-છોકરીનાં લગ્ન કરાવે તો છોકરા
, છોકરી, માતાપિતા
તેમજ ગોરમારાજને સજાની જોગવાઈ
પ્રાણીઓ પ્રત્યે ઘાતકીપણાનો કાયદો
૧૧ પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા આચરવા બાબતે
હથિયાર ધારા
૨૫ વગર લાઇસન્સે હથિયારનો ઉપયોગ
કરવા બદલ શિક્ષા
૨૭ હથિયારનો ગેરકાયદે ઉપયોગ કરવો
૩૦ લાઇસન્સનો ભંગ કરવા બદલ શિક્ષા
એક્સપ્લોઝિવ એક્ટ
૪ & ૫ સ્ફોટક પદાર્થ ગેરકાયદે
કબજામાં રાખવા બદલ
ફોરેસ્ટ ધારા
૪૧&૪૨&૬૨ વગર મંજૂરીએ પ્રતિબંધિત
એરિયામાંથી જંગલ ખાતાની મિલકત લઈ
જવા બદલ
એટ્રોસિટી એક્ટ
૩-૧-૧૦ જાહેરમાં અનુ. જાતિ / જનજાતિનું
અપમાન કરવા બદલ
૩-Z-૫ જાહેરમાં અનુ. જાતિ / જનજાતિ પ્રત્યે
ભારે ગુના આચરવા બદલ
માનસિક અસ્થિરતા કાયદો
૨૩ માનસિક રીતે અસ્થિર વ્યક્તિને માટે
જુદા જુદા કાયદાઓની અગત્યની જોગવાઈઓ
(૧) મુંબઈ પોલીસ અધિનિયમ
માથા ભારે વ્યક્તિને હદપાર કરવા અંગે, કલમ-
પ૬
દોષિત ઠરેલી વ્યક્તિને હદપાર કરવા અંગે, કલમ-
પ૭
લોકો પ્રત્યે પોલીસની ફરજો, કલમ-૬૬
બિનવારસી મિલકત તાબામાં લેવાની સત્તા
, કલમ-૮ર
રસ્તા ઉપર અડચણ કરવા અંગે કલમ-૯૯થી ૧૦૪
સાર્વજનિક જગ્યામાં ત્રાસદાયક કૃત્ય કરવા
, કલમ-૧૦પ
જાહેરમાં નિર્લજ્જપણે વર્તન કરવું, કલમ- ૧૧૦
રસ્તામા આવતા-જતા લોકોને ત્રાસ આપવો
, કલમ-૧૧૧
સુલેહનો ભંગ કરવાના ઇરાદાથી ગેરવર્તન
કરવું, કલમ-૧૧ર
રસ્તામાં કે નજીક અપકારક કૃત્ય કરવા
, કલમ-૧૧પ
જાહેર મકાનમાંની નોટિસનો અનાદર કરવો
, કલમ-૧૧૬
કલમનો ભંગ કરવા બદલ રૂ. ૧૧૦
સુધી દંડની શિક્ષા થઈ શકે છે,કલમ-૧૧૭, કલમ
૯૯થી ૧૧૬
આગના ભયની ખોટી ખબર આપવી, કલમ-૧ર૧
અધિકાર વગર હથિયાર બાંધીને ફરવુ, કલમ-૧ર૩
મુજબ કરેલા નિયમોનો ઉલ્લઘન
કરવા અંગે, કલમ-૧૩૧, કલમ-૩૩
(ર) મુંબઈ નશાબંધી ધારો
પરમિટ વગર કેફી પીણું પીવું,

Thursday, 3 April 2014

ભગવાનનો સાદ

એક બહુમાળી ઇમારતનું બાંધકામ ચાલી રહ્યુ હતું. લગભગ
10 માળ જેટલું કામ પુરુ થયું હતું. એક વાર સવારના સમયે
કંસ્ટ્રકશન કંપનીનો માલિક ઇમારતની મુલાકાતે આવ્યો.
એ 10માં માળની છત પર આંટા મારી રહ્યો હતો.
ત્યાંથી નીચે જોયુ તો એક મજુર કામ કરી રહ્યો હતો.
માલિકને મજુર સાથે વાત કરવાની ઇચ્છા થઇ.માલિકે
ઉપરથી મજુરને બુમ પાડી પણ મજુર કામમાં વ્યસ્ત
હોવાથી અને આસપાસ અવાજ થતો હોવાથી એને
માલિકનો અવાજ ન સંભળાયો. થોડીવાર પછી મજુરનું
ધ્યાન પોતાના તરફ ખેંચવા માટે માલિકે ઉપરથી 10
રૂપિયાનો સિક્કો ફેંક્યો. આ સિક્કો મજુર કામ
કરતો હતો ત્યાં જ પડ્યો. મજુરે તો સિક્કો ઉઠાવીને
ખીસ્સામાં મુકયો અને કામે વળગી ગયો.માલિકે હવે
100ની નોટ નીચે ફેંકી. નોટ
ઉડતી ઉડતી પેલા મજુરથી થોડે દુર પડી.
મજુરની નજરમાં આ નોટ આવી એટલે લઇને
ફરીથી ખિસ્સામાં મુકી દીધી અને કામ કરવા લાગ્યો.
માલિકે હવે 500ની નોટ નીચે ફેંકી તો પણ પેલા મજુરે એમ
જ કર્યુ જે અગાઉ બે વખત કર્યુ હતું. માલિકે હવે
હાથમાં નાનો પથ્થર લીધો અને પેલા મજુર પર માર્યો.
પથ્થર વાગ્યો એટલે મજુરે ઉપર જોયું અને
પોતાના માલિકને ઉપર જોતા તેની સાથે વાત ચાલુ
કરી.મિત્રો, આપણે પણ આ મજુર જેવા જ છીએ.
ભગવાનને આપણી સાથે વાત કરવાની ઇચ્છા હોય છે એ
આપણને સાદ પાડીને બોલાવે છે પણ આપણે
કામમાં એવા વ્યસ્ત છીએ કે પ્રભુનો સાદ આપણને
સંભળાતો જ નથી. પછી એ નાની નાની ખુશીઓ આપવાનું
શરુ કરે છે પણ આપણે એ ખુશીઓને ખિસ્સામાં મુકી દઇએ
છીએ ખુશી આપનારાનો વિચાર જ નથી આવતો. છેવટે
ભગવાન દુ:ખ રૂપી નાનો પથ્થર આપણા પર ફેંકે છે અને
તુંરત જ ઉપર ઉભેલા માલિક સામે જોઇએ છીએ.
-----------------
મિત્રો વાત ગમે તો શેર જરૂરથી કરજો...

Wednesday, 2 April 2014

સાચો મિત્ર

જેનાથી ભય લાગે, જેની નજીક જતા સંકોચ ઉત્પન્ન થાય, જેના પ્રત્યે હૃદય હંમેશા શંકાશીલ રહે કે કોણ જાણે કઈ વાતે ક્રોધીત બની જશે, એવા લોકોને મિત્ર સમજવા જોઈએ નહીં, એ તો માત્ર ઓળખીતા છે. મિત્ર તો એ હોય છે જેની ઉપર દરેક રીતે વિશ્વાસ કરી હૃદય ખોલી શકાય.
જે કોઇપણ પ્રકારનો સ્વાર્થ ન હોવા છતાં મિત્રવત વ્યવહાર કરે છે તે જ ખરા અર્થમાં મિત્ર છે અને મનુષ્યને વિપત્તિ સમયે તે જ આશ્રય આપી શકે છે. (આજ સ્થિતિ સ્વજનોની હિતકારી ભાવનાને સમજવી ઓઈએ)
સંસારમાં મનોકૂળ (હૃદયને સારી લાગે એવી) વાતો કરવાવાળા તો સરળતાથી મળી જાય છે પરંતુ પથ્ય (પરેજી) સમાન મનને પ્રતિકૂળ વાતો કહેનારો હિતચિંતક તેમજ તેને સાંભળી લાભ ઉઠાવનાર ધૈર્યવાન બંને દુર્લભતાથી મળે છે.
મનુષ્યે પોતાના નિર્ધન મિત્ર અથવા હિતકારી સ્વજનનો પણ આદર-સત્કાર ભાવપૂર્વક કરવો જોઈએ. આ સંસારમાં ધન-સંપત્તિ, પ્રભુત્વ તથા ઐશ્વર્ય આજે ગયું તો કાલે ફરી મળી જશે પરંતુ હિતચિંતક મિત્ર અથવા સ્વજન ઘણી જ મુશ્કેલીથી મળે છે. મિત્ર અથવા સ્વજનનું મૂલ્યાંકન એની ઉપયોગીતાના આધારે મૂર્ખ લોકો કરે છે.
જે પોતાના મિત્ર અથવા સ્વજનને ધર્માનુકૂળ વાતો કહેતી વખતે કદી એ વિચાર નથી કરતો કે સાંભળનારના મનોનુકૂળ છે કે નહીં, તે જ માનવી વાસ્તવમાં મિત્ર અથવા હિતેચ્છુ હોય છે.
જે લોકો બુદ્ધિમાન હોય છે તેઓ મનન દ્વારા કોઈની ભાવનાઓની પરિક્ષા કરી, લોકોથી પ્રાપ્ત તથ્યોના આધારે, સ્વયંના અનુભવથી પ્રાપ્ત જાણકારીઓથી જ તેની પ્રવૃત્તિઓને જાણી તેનાથી મિત્રતા કરે છે.
ચંચળ હૃદયવાળા, મૂર્ખ, જ્ઞાનીઓના જ્ઞાનની હાંસી ઉડાવનાર, વૃધ્ધો નજીક થોડો સમય પણ ન બેસનાર, અસ્થિર મગજ્વાળો, અહંકારી, ક્રોધી, દુ:સ્સાહસી, અને અવિવેકી લોકો સાથે બુદ્ધિમાન મનુષ્ય મિત્રતા નથી કરતો. આવો લોકોનો મિત્રવર્ગ પણ તેમની ભાવનાઓ અનુસાર પ્રતિદિન બદલાતો રહે છે. એ લોકો આજે જેને મિત્ર તથા પોતાના કહે છે, આવતીકાલે તેમને જ દુશ્મન માની નિંદા કરતા દૃષ્ટિગોચર થાય છે. આવા માનવીની મિત્રતા તેમજ પોતાપણાનો વિશ્વાસ પણ મૂર્ખ લોકો જ કરે છે.
વિદ્વાનોની સંગતને પસંદ કરનારા, ધાર્મિક પ્રવૃત્તિવાળા, જેમના દર્શનમાત્રથી જ હૃદયને પ્રસન્નતા થાય, જે મધુરભાષી હોય, એવા મિત્રોની સર્વ પ્રકારે રક્ષા કરવી જોઈએ.
જે માનવીઓના હૃદય એકબીજાથી હળીમળી જાય અને બુદ્ધિની સાથે સાથે ગુપ્ત રહસ્યો પણ એક જેવા જ હોય, તેમની મિત્રતા કદી પણ નથી તૂટતી.
બુદ્ધિમાનોએ વિવેકહીન, મૂર્ખ મિત્રથી એવી રીતે બચીને રહેવું જોઈએ જેવી રીતે તૃણ (ઘાસ) થી ઢંકાયેલા કુવાથી લોકો બચીને નીકળી જાય છે. કારણ કે આવા માનવીઓની મિત્રતા નાશ કરી નાખે છે.