Wednesday, 5 February 2014

કિંમત શેની વઘારે ?........

riya
પોતાના કામમા અત્યંત વ્યસ્ત એક બહેન વહેલી સવારે
ઘરેથી કામ જતી વખતે ઘરની દેખભાળ રાખનાર નોકરને કેટલીક
સુચનાઓ આપી રહી હતી. સુચના પુરી કરીને એ
જેવી ઘરના દરવાજાની બહાર
નીકળી તો ત્યાં એની નાની દિકરી ઉભી હતી. એમને
ત્યાં ઉભેલી જોઇને પુછ્યુ , " તું અહીયા કેમ ઉભી છે ? "
દિકરીએ જવાબ આપ્યો , " મમ્મી તું તારા કામમાં એટલી વ્યસ્ત
હોય છે કે મારે તને થોડા સવાલ પુછવા છે પણ એ માટે તારી પાસે
સમય જ નથી." પેલા બહેન દરવાજાની બહાર જ દિકરી પાસે
બેસી ગયા અને કહ્યુ , " બોલ બેટા તારે શું પુછવું છે ?"
દિકરી : મમ્મી , તને ક્યારેય એવું થાય કે
રૂપિયા ભરેલી થેલી ઘરના નોકરને સોંપીને હું બહાર જાવ ?
મમ્મી : અરે તું તે સાવ ગાંડી છે કે શું રૂપિયા તે કંઇ
નોકરના ભરોસે મુકાતા હશે!
દિકરી : મમ્મી,
તારા સોના ચાંદીના કીંમતી ઘરેણાની પોટલી વાળીને નોકરને
સાચવવા માટે આપે ખરી ?
મમ્મી : બીલકુલ નહી. પણ તું આવા ગાંડા જેવા સવાલો કેમ પુછે
છે ?
દિકરી : મમ્મી મને સતત એક સવાલ મુંઝવે છે. તારા રૂપિયા અને
ઘરેણાની આટલી કાળજી રાખનારી તું મને આ નોકરના હવાલે કરીને
કેમ જતી રહે છે ?
મિત્રો , આપણા જીવનમાં પણ ક્યાંક એવુ નથી બનતુને કે
આપણા સંતાનો કરતા આપણા માટે આપણા રૂપિયા અને ઘરેણા વધુ
મૂલ્યવાન હોય! જરા વિચારજ

No comments:

Post a Comment