Plz forward to all
&
Prevent yourself
from property related offence
સોસાયટીમાં ૨૪ કલાક વોચમેન રાખો,
સીસીટીવી કેમેરા લગાવો.
નોકર, કામવાળી, વોચમેના ફોટા સહિતની તમામ માહિતી પોલીસ મથકે જમા કરાવો, ચોરી થાcય તો તેમને તાત્કાલિક શોધી શકાશે.
બહાર ગામ કે બે-ચાર કલાક માટે બહાર જવાનું થાય તો વોચમેનને અવશ્ય જણાવો કે દર કલાકે તમારા મકાન પર નજર રાખે. ચોર મુખ્ય દરવાજાથી નહીં પણ ગ્રીલ કે પાછળના ભાગેથી આવે છે તો ચારેય બાજુથી નજર રાખવા સૂચના આપો.
સોસાયટીમાં ફેરિયા, શાકભાજીવાળા આવતા હોય તો તેમના મોબાઇલ નંબર વોચમેન પાસે નોંધી રાખવા સૂચના આપો. વોચમેનના મોબાઇલ પર મીસ્ડ કોલ લઈને નંબર સેવ કરવા સૂચના આપો.
એક દિવસથી વધારે સમય માટે બહારગામ જવાનું થાય તો તમામ દાગીના-રોકડ લોકરમાં મૂકો. નહીંતર મિત્ર અથવા સંબંધીને સાચવવા આપી જાઓ. લોકરમાં દાગીના મૂકવા જતી વખતે ગળામાં પટ્ટો ભેરવી શકાય તેવી બેગનો ઉપયોગ કરવો.
અજાણી સ્ત્રી કે પુરુષ ઘરે આવીને સરનામું પૂછે તો ગ્રીલ બંધ રાખીને જ વાત કરવી. અજાણી વ્યક્તિને લિફ્ટ આપવી નહીં અને અજાણ્યા પાસે લિફ્ટ લેવી નહીં.
મહિલાઓ દર્શન કરવા, શાકભાજી લેવા, દૂધ લેવા માટે કે કોઈ ખરીદી કરવા માટે બાઇક જાય ત્યારે તેમણે ગળામાં દુપટ્ટો વિંટાળી લેવો, જેથી ચેઇન સ્નેચિંગથી બચી શકાય.
રોડ ઉપર ચાલતી વખતે તમને પોલીસની ઓળખ આપી કોઈ કહે કે દાગીના ઉતારી રૂમાલમાં વિંટાળી લો આગળ મર્ડર/લૂંટ/ધમાલ થઈ છે. પોલીસ ક્યારેય દાગીના ઉતારવાનું નહીં કહેશે એટલે સમજી લેજો કે આવું કહેનારો ઠગ છે.
તમારા ઘરે દાગીના સાફ કરવા/ચમકાવવા માટે અજાણ્યા ઇસમો આવે તો તેમને ક્યારેય દાગીના ન આપતા, તે તમારા દાગીના ચોરી જશે. તમારા ઘરે અજાણ્યા સાધુ, બાવા આવે તો તેમને રવાના કરી દેવા અથવા તો પોલીસને જાણ કરવી, વોચમેનને બોલાવો.
રસ્તામાં કોઈપણ સરનામું પૂછે તો ૧૦ ફૂટ દૂર ઉભા રહીને વાત કરવી, નહીંતર આ અજાણ્યો ઇસમ તમારો ફોન, બેગ અથવા ચેઇન તોડી ભાગી જશે.
વાહન પાર્ક કરતી વખતે ચોક્કસ વાહન લોક કરવાનું રાખો, સીસીટીવી કેમેરા લાગ્યા હોય ત્યાં વાહન પાર્ક કરવાનો આગ્રહ રાખો.
કારમાં એક સેકન્ડ માટે પણ લેપટોપ, બેગ કે જરૂરી દસ્તાવેજો મૂકીને ન જશો. કાચ તોડીને અજાણ્યા ઇસમો બેગ ચોરી શકે છે.
બેંક/આંગડિયા પેઢીમાંથી બહાર નીકળતી વખતે તમારા વાહનના ટાયરની હવા નીકળી ગઈ હોય, રસ્તામાં તમને કોઈ કહે કે તમારા વાહનમાંથી ઓઇલ ટપકે છે, તમે અકસ્માત કરીને ભાગ્યો છો, તમારા શરીર પર કોઈ મેલુ નાખી જાય. આવા સંજોગોમાં અજાણ્યા સાથે જીભાજોડી કરવાનું ટાળી પોતાની પાસેની કિંમતી વસ્તુ પર ધ્યાન આપો અને ભીડભાડવાળી જગ્યાએ જઈને લોકોની મદદ લઈ આવા ઇસમને અટકાવી તરત જ પોલીસને જાણ કરો.
રિક્ષા/બસમાં મુસાફરી કરતી વખતે પર્સ, મોબાઇલ, સામાનનું ધ્યાન રાખો. રિક્ષામાં બેસો ત્યારે ડ્રાઇવર સીટ પાછળ લખેલું નામ અને રિક્ષા નંબર યાદ રાખી લો. રિક્ષામાં બેઠેલા અજાણ્યા પેસેન્જર ધક્કમુક્કી કરે એટલે સમજી લો કે તેઓ ચોર છે. તરત જ મોબાઇલ/પર્સ/કિંમતી સામાન ચેક કરી લો.
અજાણ્યા બાવા/સાધુઓએ આપેલો પ્રસાદ ખાવો નહીં, તેમાં કોઈ કેમિકલ ભેળવેલું હોય તો તમે બેભાન થઈ જશો અને તમે લૂંટાઈ જશો.
બેંક/આંગડિયા પેઢીમાંથી નીકળતી વખતે જો કોઈ હેલ્મેટધારી/રૂમાલ બાંધેલ ઇસમ પીછો કરતો જણાય તો તરત જ ભીડવાળી જગ્યાએ પહોંચો અને પીછો કરનારી વ્યક્તિનો વાહનનો નંબર નોંધી પોલીસને જાણ કરો.
અજાણી વ્યક્તિને કોલ કરવા માટે તમારો ફોન આપશો નહીં. અજાણ્યા વ્યક્તિઓ પાસેથી મોંઘી વસ્તુ સસ્તામાં ક્યારેય ખરીદતા નહીં, તમે ચોક્કસ છેતરાશો.
Plz forward to all.....
No comments:
Post a Comment