Tuesday, 7 May 2019

પરિવારમાં બચત/ખર્ચમાં ફેરફાર

*15 વર્ષથી અનેક પરિવારોની બચત/ રોકાણ કેમ ઘટ્યું ? ....*

*ક્યાં ગડબડ થઈ ? .....*

*જાણવા જેવી બાબતો.*

1) *ઘર દીઠ કાર ખરીદાઈ છે, જે સગવડ આપે છે પણ ઘણા રૂપિયા વપરાવે છે.* વર્ષના 12000 કિમી કારમાં ફરવાનો સરેરાસ ખર્ચ રૂ 30000 થાય છે.  વીમો રૂ 7000 + કાર સર્વિસ ખર્ચ રૂ 7000 અલગ થી.
કુલ ખર્ચ રૂ 44000. ( *પેહલા કાર વગર આશરે સરેરાશ રૂ 10000માં કામ પૂરું થતું હતું*)

2) *ફોન ખર્ચમાં વધારો... હાલમાં પરિવારમાં 3 થી 4 સ્માર્ટ ફોન વપરાય છે. દર વર્ષે પરિવારમાં 1 નવો સ્માર્ટ ફોન ખરીદાય છે. વાર્ષિક ખર્ચમાં વધારો રૂ 18000 થી 20000*

3) *વધારાનું બાઈક/મોપેડ.* પરિવાર માં 2 બાઈક થયા છે. ખર્ચ રૂ 30000 થી 40000 (બાળકને ભણવા માટે)

4) *સેલિબ્રેશન ખર્ચ*.... બર્થડે, મેરેજ ડે, વિગેરે.

5) *ઘર લાઈફ સ્ટાઇલમાં ધરખમ બદલાવ* ..... સરેરાશ વાર્ષિક રૂ 9000 ખર્ચમાં વધારો

6) *ભણતર ખર્ચ વધ્યો*.... પ્રાઇવેટ શાળાઓ નો ખર્ચ + Tuition ખર્ચ. સરેરાશ પરિવાર દીઠ વાર્ષિક રૂ 20000 વધારાનો  ખર્ચ.

7) *Personality ખર્ચ* (બ્યૂટી પાર્લર + સલૂન + બ્રાન્ડેડ કપડાં) નો ઉમેરો થયો છે

8) *મેડિકલ ખર્ચમાં વધારો*
9) *તહેવાર ઉજવણી ખર્ચ*
10) *મોબાઈલ*
11) *ટેલીવિઝન*

*કુલ ખર્ચમાં વાર્ષિક વધારો*
1) કાર = 30000
2) ફોન = 20000
3) બાઈક = 25000
4) સેલિબ્રેશન= 4000
5) ઘર ખર્ચ = 6000
6) શિક્ષણ = 20000
7) Personality ખર્ચ = 3000
8) મેડિકલ = 6000
9) તહેવાર = 6000
10)મોબાઇલ =3000
11) ટીવી = 5000
*કુલ ખર્ચમાં વાર્ષિક વધારો રૂ 128000.*

*ખર્ચ ખૂબ જ વધ્યો પણ સરકારી નોકરી સિવાય આવક જોઈએ તેટલી વધી નથી ..... આથી ઘણા લોકો વ્યાજના ચક્કરમાં આવ્યા અને લોન ખર્ચ નો extra વધારો થયો... જેથી માનસિક તણાવ વધ્યો.*

*માનસીક  શાંતિ માટે, ખોટા ખર્ચાઓમાં સૌ એ ઘટાડો કરવો પડશે*

No comments:

Post a Comment